TANKARA:ટંકારામાં માવઠાથી ખેડુતોના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરી સહાય આપવા સીએમને રજુઆત

TANKARA:ટંકારામાં માવઠાથી ખેડુતોના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરી સહાય આપવા સીએમને રજુઆત
મોરબી ટંકારામાં માવઠાને કારણે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થયું છે. આથી ખેડૂતોને ભારે આર્થિક ખોટ સહન કરવી પડી હોય ત્યારે ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજુઆત કરીને મોરબી અને ટંકારામાં માવઠાથી ખેડુતોના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરાવીને સહાય આપવાની માંગ કરી છે.
રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા મતવિસ્તાર મોરબી-ટંકારા-પડધરી-રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડુતોના તૈયાર પાક નિષ્ફળ ગયેલ છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકશાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટા ભાગના ખેડુતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખુબ જ નુકશાની થયેલ હોવાની અમોને ઘણી બધી રજુઆતો મળી રહી છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ સહીતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડુતોના હીત ને ધ્યાને રાખી મારા મતવિસ્તારમાં સત્વરે નુકશાનીનો સર્વે કરાવી સહાય તાત્કાલિક ચુકવવા રજૂઆત કરવામાં આવી…










