ANANDANAND CITY / TALUKOGUJARATUMRETH

આણંદ ખાખસરમાં સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

આણંદ ખાખસરમાં સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

તાહિર મેમણ – આણંદ 12/09/2024 – તારાપુર તાલુકાની પે સેન્ટર શાળા ખાખસરમાં સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ક્લસ્ટરની ૧૦ શાળામાંથી બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા,સંગીત વાદન સ્પર્ધા, અને ચિત્ર સ્પર્ધામાં ૪૦ બાળકોએ ભાગ લીધો હતો.

પ્રારંભમાં સીઆરસી શ્રી રામજીભાઈ રબારીએ કલા ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કુલ ચાર સ્પર્ધામાં ૧૨ નિર્ણાયકોની નિમણૂક કરવામાં આવી હતી. તમામ વિભાગમાં ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનારને રોકડ રકમ સ્વરૂપે ૨૪૦૦ રૂપિયા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું.

પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓ બી આર સી કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.જેમાં વલ્લી પ્રાથમિક શાળાના વાઘેલા જીગ્નેશભાઈ વિષ્ણુભાઈ તથા ખાખસર પ્રા. શાળાના બાળ કવિ સ્પર્ધામા ચૌહાણ રશ્મિબેન ભરતભાઈ તથા ગાયન સ્પર્ધામાં મકવાણા જીનલબેન હર્ષદભાઈ તથા વાદન સ્પર્ધામાં હરીજન ખોડાભાઈ શંકરભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખાખસર પે સેન્ટરના આચાર્યશ્રી રાકેશકુમાર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!