
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે થયેલા દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લાના એડવોકેટ બાર એસોસિએશને દુષ્કર્મ આચનાર આરોપીનું કેસ નહી લડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોઈ પણ વકીલ આરોપીના કેસ નહી લડે તેવી જાહેરાત
ભરૂચ જિલ્લા સહીત સમગ્ર દેશ ચર્ચાનો વિષય બનેલા ઝઘડીયા GIDC દુષ્કર્મ મામલે લોકો દુષ્કર્મ આચનાર આરોપી વિજય પાસવાન સામે ફિટકાર વરસાવી રહ્યા છે.જ્યારે બીજી તરફ હાલમાં બરોડા ખાતે બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી છે.પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી રી-કન્સ્ટ્રક્શન સહિતની કામગીરી કરાઈ રહી છે.ત્યારે આજે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા માત્ર 10 વર્ષીય બાળકી સાથે બર્બરતા પૂર્વક દુષ્કર્મ અચાનાર આરોપી વિજય પાસવાનનો કોઈ પણ વકીલ કેસ નહી લડે તેવી જાહેરાત પૂર્વ પ્રમુખ પ્રધ્યુમન સિંધાએ કરી છે.




