GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના રેવન્યુ કર્મચારીઓ આજે વિવિધ પડતર પ્રશ્ને હડતાળ પર ઉતર્યા

MORBI:મોરબી જિલ્લાના રેવન્યુ કર્મચારીઓ આજે વિવિધ પડતર પ્રશ્ને હડતાળ પર ઉતર્યા

 

આ માસ.સી એલ.ને સમર્થન આપી જિલ્લાના કુલ ૯૭ નાયબ મામલતદાર,૫૫ રેવન્યુ તલાટી,૩૫ રેવન્યુ ક્લાર્ક જોડાયા.

 

oplus_0

રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પડતર માંગણીઓ સરકારે ધ્યાને લીધેલ નથી જેથી કરીને માસ સીએલનો આદેશ કર્યો હતો જેથી આજે મોરબી જીલ્લામાં અધિકારીઓએ દ્વારા માસ સીએલ મૂકવામાં આવેલ છે જેથી કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં અધિકારીઓ કામ ઉપર ન હોવાથી ગામડેથી આવેલ અરજદારોને હેરાન થવું પડ્યું હતું જો કે, માસ સીએલ મૂકીને હડતાળને સમર્થન આપીને તેમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વર્ષ 2012 ના નાયબ મામલતદારોની પ્રવર્તા યાદી તૈયાર કરવી, કર્મચારીઓને સ્વવિનંતીથી જિલ્લા ફેર બદલીની માંગણીઓને મંજુર કરવી, 2015ના ક્લાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન આપવું, રેવન્યુ તલાટીઓની પૂર્વ સેવા તાલીમની પરીક્ષાનું પરિણામ જાહેર કરવ્યું, એલ.આર.કયુ. પરીક્ષાનું આયોજન કરવું, ફીડબેકના આધારે જિલ્લા ટ્રાન્સફર કરેલ તમામ કર્મચારીઓની બદલી હુકમ રદ કરવા અમે અધિકારી તેમજ કર્મચારીને સાંભળીને નવા હુકમો કરતાની માંગ કરેલ છે અને આજે મોરબી જીલ્લામાં માસ સીએલ મૂકીને 97 નાયબ મામલતદાર, 55 રેવન્યુ તલાટી અને 35 રેવન્યુ ક્લાર્ક દ્વારા હડતાળ પર ઉતર્યા..

Back to top button
error: Content is protected !!