MORBI:મોરબી નાં રવાપર ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા રોડ કયૉ ચક્કાજામ!
રીપોર્ટ :- શ્રીકાંત પટેલ-મોરબી
મહિલાઓ દ્વારા મોરબીમાં “BJP હટાવો દેશ બચાવો” “ભાજપ હાય હાય” ના નારા લગાવ્યા અમે ધારાસભ્યને ફોન કર્યો તો એમ કહ્યું કે કાગળ તૈયાર થઈ ગયા: સ્થાનિકો
મોરબીના રવાપર રોડ ઉપર સ્થાનિકોએ બિસ્માર રસ્તાના પ્રશ્ને આજે બીજી વખત રોડ ચક્કાજામ કર્યો છે. અગાઉ પણ ત્રણ મહિના પહેલા તેઓએ ચક્કાજામ કર્યો હતો. ત્યારે તંત્ર દોડતું તો થયું હતું પણ પછી કોઈ કામ આગળ વધાર્યું ન હતું. પરિણામે આજે સ્થાનિકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને રોડ ચક્કાજામ કરી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોએ જણાવ્યું કે રવાપર રોડ ઉપર વૈદહી પ્લાઝા સામે રામસેતુ સોસાયટીમાં ૨૫ જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે.
અહીંના વિસ્તારોમાં અત્યારે ચાલી શકાય તેવી સ્થિતિ નથી. જ્યાં જુઓ ત્યાં કીચડ જ છે. આ ઉપરાંત અહીં બાવળના ઝાડી ઝાંખરા પણ છે જેના કારણે જીવજંતુનું પણ જોખમ છે. વધુમાં સ્થાનિક મહિલાઓએ કહ્યું કે ધારાસભ્ય દુર્લભજીભાઈ અહીં આવ્યા હતા તેને બેથી ત્રણ મહિના થઈ ગયા છે. તેઓએ દિવાળી પછી પાંચમથી કામ ચાલુ કરીશું તેવું કહ્યું હતું. પણ કઈ કામ શરૂ થયું નથી. અમે ફોન કર્યો તો એમ કહ્યું કે કાગળ તૈયાર થઈ ગયા છે. તો પ્રશ્ન એ છે કે હજુ સુધી માત્ર કાગળ તૈયાર કરવામાં જ સમય વેડફયો હતો.અહીં એક માજી પડી ગયા હતા તેને ૯ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત અવારનવાર બાળકો પણ કિચડના કારણે પડી જાય છે. બાળકો રમવા માટે પણ બહાર નીકળી શકતા નથી. આના કરતાં તો ગામડા સારા, ત્યાં પણ આનાથી સારી સ્થિતિ છે. અમે ધારાસભ્યને ચેલેન્જ આપીએ છીએ કે અહીંના રસ્તા ઉપર એક વખત ખાલી ટુ-વ્હીલર લઈને નીકળી બતાવે. હવે જ્યાં સુધી કામ શરૂ નહીં થાય ત્યાં સુધી અમે ચક્કજામ હટાવીશું નહિ તેવું જણાવ્યું હતું. આ દરમિયાન ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સ્થળ ઉપર આવ્યા હતા લોકોની વાત સાંભળી હતી અને સોસાયટીમાં ગાળો કીચડ માં ત્યાં ચાલીને લોકોની સાથે ગયા હતા અને ટૂંક સમયમાં જ રોડનું કામ ચાલુ થઈ જશે તેવું એ લોકોને સાંત્વના આપી હતી હવે રોડનું કામ ક્યારે શરૂ થશે તે તો સમય જ કહેશે!
«
Prev
1
/
80
Next
»
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેઘદૂત સિનેમા પાસે ગો.માસ ઝડપાયો
મહિલાઓ દ્વારા મોરબીમાં "BJP હટાવો દેશ બચાવો" "ભાજપ હાય હાય" ના નારા લાગ્યા!!