AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

મણિનગરમાં ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટના હસ્તે પિકલબોલ એકેડમીનું ઉદ્ઘાટન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ : મણિનગર વિસ્તારમાં રમતગમત ક્ષેત્રે એક નવી ઉમદા પહેલ રૂપે SAG-AMC પિકલબોલ એકેડમીનું ઉદ્ઘાટન ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું. મણિનગર વિસ્તારમાં પહેલીવાર આ રમત માટેનું કોર્ટ ઉભું કરવામાં આવ્યું છે, જેના કારણે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉદ્ઘાટન પ્રસંગે મણિનગર વોર્ડના કાઉન્સિલર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક શીતલબેન ડાગા, ઈલાક્ષીબેન શાહ, કરણ ભટ્ટ, ડો. ચંદ્રકાંત ચૌહાણ, દક્ષિણ ઝોનના હોદ્દેદારો, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સમીર પંચાલ તથા SAG AMC મણિનગર ટેનિસ એકેડમીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પિકલબોલ, જે વિશ્વભરમાં ઝડપી લોકપ્રિય બની રહેલી રમત છે, હવે અમદાવાદમાં પણ ખેલાડીઓને પ્રોફેશનલ તાલીમ માટે ઉપલબ્ધ થશે. ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસના મિશ્રણરૂપે આ રમત દરેક વય જૂથના લોકો માટે સરળતાથી રમી શકાય તેવી છે. મણિનગરમાં ખુલેલી આ એકેડમી દ્વારા નાનાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સૌને તાલીમ આપવામાં આવશે.

ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, મણિનગર વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ સતત વધે તે માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. ખાસ કરીને નવી પેઢી રમત દ્વારા તંદુરસ્ત અને શિસ્તબદ્ધ જીવન જીવી શકે એ માટે આવા ખેલ મેદાનો અને એકેડમી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે પિકલબોલ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસતી રમત દ્વારા સ્થાનિક ખેલાડીઓને નવા અવસર મળશે અને ભવિષ્યમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહન મળશે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પણ પિકલબોલ એકેડમી શરૂ થવાને રમતગમતના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પડકાર માન્યો હતો. ખેલાડીઓએ જણાવ્યું કે મણિનગર જેવી ઘીચ વસ્તીવાળા વિસ્તારમાં આધુનિક રમતની સુવિધા મળવી એ અનોખી સિદ્ધિ છે.

SAG-AMC મણિનગર પિકલબોલ એકેડમીમાં આવનારા દિવસોમાં નિયમિત તાલીમ વર્ગો, કોચિંગ કેમ્પો તથા રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ્સ યોજવાની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ એકેડમી થકી મણિનગર વિસ્તાર જ નહીં પરંતુ આખા અમદાવાદ શહેરના ખેલાડીઓને એક નવું મંચ પ્રાપ્ત થયું છે.

Back to top button
error: Content is protected !!