GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના માણેકવાડા પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં સરસ્વતી મંદિર શાળાને અર્પણ
MORBI:મોરબીના માણેકવાડા પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં સરસ્વતી મંદિર શાળાને અર્પણ
મોરબીના માણેકવાડા ગામના વતની શ્રી દિલીપભાઈ પ્રભુભાઈ દેત્રોજા દ્વારા તેમના સ્વર્ગસ્થ માતુશ્રી જયાબેનની સ્મૃતિમાં શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં સુંદર, આકર્ષક એવું આરસના પથ્થરથી નિર્મિત ત્રણ શિખરથી શોભાયમાન એવું ભવ્ય દિવ્ય મંદિર આજરોજ દેત્રોજા પરિવાર દ્વારા મા સરસ્વતીની આરાધના કરી મૂર્તિ મંદિરમાં સ્થાપન કર્યા બાદ શાળાને અર્પણ કરવામાં આવ્યું.
આ તકે શાળાના આચાર્ય શ્રી જિતેન્દ્રભાઈ ભીમાણી દ્વારા દિલીપભાઈનું સન્માન સાથે આભારની લાગણી વ્યક્ત કરી દાતા પરિવારના પ્રેરક કાર્ય થકી સમાજમાં એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરી નવો રાહ ચિંધ્યો હતો..સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારના તમામ શિક્ષકો અને બાળકો સહભાગી થયા હતા..