પડતર પ્રશ્નોનો નિકાલ નહી થતાં નર્મદા ડેમના અસરગ્રસ્તો ટાવર પર ચઢ્યાં
અસરગ્રસ્ત યુવાન અને મહિલા મોબાઇલ ટાવર પર ચઢતાં તંત્રમાં દોડધામ, અગાઉ ૨૦૧૭ માં ભૂપેન્દ્ર ચૂડાસમાએ પારણાં કરાવ્યાં હતાં
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોની માગણીઓ પૂરી ન થતાં એક યુવાન અને એક મહિલા મોબાઇલના ટાવર પર ચઢી ગયાં હતાં જેનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. આ બે વ્યકિ્ત મોબાઇલના ટાવર પર ચઢી જતાં તંત્ર દોડતું થઇ ગયું છે ઉલ્લેખનીય છે કે ૨૦૧૬-૧૭ માં સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તો પોતાની સંપાદિત કરેલી જમીનની જગ્યાએ અન્ય સ્થળે જમીન ફાળવવી અને તેમના પરિવારમાંથી એક વ્યકિ્તને નોકરી આપવાની માગને લઈને પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. એ સમયે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભરત પંડ્યાએ માગણી સંતોષાશે એવી ખાતરી આપી પારણાં કરાવ્યાં હતાં પરંતુ માંગ હજુ સંતોષાય નથી
ટાવર ઉપર ચઢેલા યુવાન અને મહિલાને ફાયર વિભાગ અને પોલીસ સમજાવટ કરી રહ્યાં છે આ બે અસરગ્રસ્તમાં એકનું નામ દિનેશ પસિયાભાઈ તડવી ગામ. ચિચડિયા વસાહતના છે, જ્યારે બીજા નવાગામ લીમડી ચિચડિયા ગામના બબીતા બચુભાઈ તડવી છે. બંને ઉપર ચઢ્યાની જાણ થતાં તંત્ર, પોલીસમાં દોડધામ જોવા મળી છે.
નોકરી અને કટ ઓફ ડેટના મુદ્દે તેઓ 2016-17માં હડતાળ પર ઊતર્યાં હતાં. આ બાબતે એક લેખિત બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે આ પ્રશ્નોને લઈને આ અસરગ્રસ્તો ઉપવાસમાં બેઠા હતા. ત્યારે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 15-07-02016 ના રોજ આવ્યા હતા અને 17-07-2017 ના રોજ ભરત પંડ્યા આવ્યા હતા. અમારા પારણાં કરાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે તમારી દરેક માગણી સંતોષાશે, પરંતુ આ વાતને આઠ વર્ષ વીત્યાં છતાં અમારી માગણી સંતોષાઈ નથી. એ માટે અમે આ ટાવર પર ચઢાં છીએ. જો માગણી નહી સંતોષાઈ તો ટાવર પરથી ઊતરીશું નહીં.
‘અસરગ્રસ્ત પરિવારને નોકરી આપવાનું કહેલું, જે હજુ નથી મળી’ સરોવર નર્મદા ડેમ બનવાની શરૂઆત થઈ ત્યારે સરકારે અસરગ્રસ્ત પરિવારના એક બાળકને નોકરી મળશે એવું જણાવેલું પણ હજુ સુધી કોઈને નોકરી મળી નથી. નર્મદા ડેમ બન્યો ગુજરાતમાં, પણ એની અસર ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થઈ. એટલે દરેક રાજ્ય માટે પોલિસી એકસરખી હોવી જોઈએ, જે નથી. ગુજરાતમાં 1980, 1981, 1982 અને છેલ્લે 2003માં જમીન સંપાદન થયું હતું. નિયમ મુજબ કટ ઓફ ડેટથી જ્યારે સંપાદન થાય ત્યારથી 18 વર્ષની ઉંમર થાય તેને જમીન આપવી એવી પોલિસી છે. હવે મધ્યપ્રદેશમાં 30-40 વર્ષનાને જમીન મળે છે, જ્યારે ગુજરાતમાં 50-55 વર્ષના લોકોને જમીન મળી નથી.
‘અમને અસરગ્રસ્તના લાભ આપો’ નર્મદા ડેમ બની ગયો અને ગેટ લાગી ગયા બાદ પાણી વધતાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનાં ઘર| અને જમીનો સંપાદન કર્યા વગર પાણીમાં ડૂબી ગયાં છે. અત્યારે પણ તેમની જમીનો અને મકાનો પાસે પાણી છે.| આવવા-જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. અમારી માગ એવી છે કે વિસ્તારની જમીનો સંપાદિત કરો અને અમને પણ અસરગ્રસ્તના લાભ આપો. રાજ્યપાલના 1973ના પરિપત્ર મુજબ 1 છોકરાને નોકરી આપો તથા| અસરગ્રસ્તોની અન્ય માગણીઓ પૂર્ણ કરો એવી માગણી છે. .