MORBI:મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ને પણ ગણકારતા નથી શાળા સંચાલકો ?
MORBI:મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ને પણ ગણકારતા નથી શાળા સંચાલકો ?
ગુજરાત શિક્ષણ બોર્ડના દિવાળી વેકેશનના પરિપત્રને મોરબીની અમુક શૈક્ષણિક સંસ્થાઓ અવગાણા કરવા છતાં જિલ્લા શિક્ષણ વિભાગ કચેરી કંઈ કરી શકતી નથી ?
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશન અંગે તારીખ 28-10-2024 થી 17-11-2024 સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલ જે સમય દરમિયાન તમામ શાળાને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક કાર્ય કરવું નહીં તેમ છતાં મોરબીની અમુક શાળાઓ ગત તારીખ 11-11-2024 ના રોજ થી ધોરણ 10,11અને12 શરૂ કરી દીધેલાની વાલીઓ અને અમુક વિદ્યાર્થી દ્વારા વાત્સલ્યમ્ સમાચારને ફરિયાદો કરતા આ અંગે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગની જાણ કરવામાં આવેલ તેમ છતાં શાળાઓ 11 તારીખે શરૂ કરવામાં આવેલ આ અંગે સ્કૂલ થી વિદ્યાર્થીઓ ને લઈ જતી બસોના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જે બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવી સંચાલક મંડળના whatsapp ગ્રુપમાં સુચના આપવામાં આવી કે જેઓ શાળા ચાલુ કરી હોય તેઓએ તાત્કાલિક બંધ કરી દેવી પરંતુ આ મેસેજને સ્કૂલો દ્વારા અવગણી 12-11-2024 ના રોજ પણ શાળાઓ ચાલુ રાખી, જે અંગે શિક્ષણ વિભાગ કચેરીની મુલાકાત લેતા તેઓએ તપાસ કરી રહ્યા હોવાનું વાત કરી અને જે શાળાઓ શરૂ થઈ છે તેના પર ખાતકી પગલે લેવાની બાહેધારી આપે પરંતુ જાણે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને શિક્ષણ જગતની અમુક ધંધાકીય શાળાઓ ગણકરતી ના હોય તેમ આજરોજ એટલે કે તારીખ 13-11-2024 ના રોજ પણ શાળાઓ શરૂ રાખે છે જેના કારણે વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા આજે પણ વાત્સલ્યમ્ સમાચાર ફોન કરવામાં આવેલ અને એવો ડર પણ વ્યક્ત કરવામાં આવેલ કે અમારા કોઈપણ જાતના ફોન રેકોર્ડિંગ જાહેર ના કરતા કારણ કે અમારી શાળા દ્વારા અમોને હેરાન કરવામાં આવે છે ત્યાં સુધી વેકેશનમાં ગોઠવવામાં આવેલ પ્રવાસ પણ રદ કરી અને શાળા વેલી શરૂ કરવામાં આવેલી છે, એક વિદ્યાર્થીએ તો ત્યાં સુધી એવું કહ્યું કે જો અમોને નિયમ પાલનના કરવાનું શિક્ષણ આપતી અમારી સંસ્થા જે સરકારના નિયમોને તોડતી હોય તો ખરેખર એ દુખદ બાબત છે.
મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ની વાત કરીએ તો તેઓના પરિપત્ર કે સૂચનાઓની કોઈપણ અસર મોરબી પ્રાઇવેટ શાળાઓ પર પડતી નથી ગુજરાત સરકારના પરિપત્રનો ખુલ્લેઆમ છેલ્લા ત્રણ દિવસથી અનાદર થઈ રહ્યો છે તેમ છતાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કોઈપણ પ્રકારના પગલા ભરી શકતી નથી કે શાળાઓને બંધ પણ કરાવી શકતી નથી. આ પરથી એ સ્પષ્ટ છે કે શિક્ષણ એ હવે સેવા નહીં પણ વ્યવસાયના રૂપમાં સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું છે અને સરકાર પણ આ શાળા ઉપર પોતાની રહેમ નજર રાખી રહી હોય તેમ દર્શાવી રહ્યું છે.