રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ : કચ્છની એકમાત્ર અદાણી સંચાલિત સરકારી હોસ્પિટલ અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી છે. તેની વચ્ચે સ્ટાફમાં પણ શાંતિથી નોકરી ન કરવાદેવા અને માનસિક પજવણી કરાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતે ફરજ દરમિયાન ડોકટરો દ્વારા કન્ટીન્યુસીટમાં ઉલ્લેખ કરાયેલ દવાઓ દર્દીઓને આપવામાં આવે છે અને સમય અનુસાર ઇન્ચાર્જ દ્વારા આ મેડીસીન ક્યા પેસેન્ટને કેટલી આપવામાં આવે છે તેના પર ધ્યાન રાખાય છે પરંતુ હદ તો ત્યારે થાય કે પહેલી શિફ્ટમાં ફરજ દરમિયાન પેસેન્ટને કઈ દવા અપાઈ તે ચેકીંગ દરમિયાન સામે નથી આવતું. સેકન્ડ શિફ્ટમાં પણ એજ સ્થિતિ અને નાઈટ શિફ્ટના ફરજ બજાવતા કર્મીને સોકોશ નોટિસ ફટકારવામાં આવે છે અને એ દવા પણ પેસેન્ટને કન્ટીન્યુ શીટના ઉલ્લેખ મુજબજ આપવામાં આવે છે બેશિફ્ટ પૂર્ણ થયાબાદ નાઈટ શિફ્ટના કર્મીને જણાવવામાં આવે છે કે આપના દ્વારા ફરજ દરમિયાન દર્દીને આપવામાં આવેલ દાવાને કારણે દર્દીને આડઅસર થઈ છે અને દર્દીના પરિવારે આ બાબતે અમોને ફરિયાદ કરેલ છે ત્યારે ફરજપરના કર્મીએ દર્દીને આ બાબતે ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે આ નામનો કોઈન વ્યક્તિ અમારા પરિવારમાં નથી અને મેં કોઈ આડઅસર થઈ હોવાની ફરિયાદ કરેલ નથી આ વિગતોની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ સોકોશ નોટિસમાં જવાબમાં આધારો સાથે કર્મી દ્વારા ખુલાસો અપાયો અને ત્યાર બાદ પ્રથમ અને બીજી શિફ્ટના કર્મીઓને પણ સોકોશ નોટિસ આપવામાં આવે છે જે નોટિસમાં કઈ તારીખે નોટિસ અપાય છે એ તારીખનો પણ કોઈજ ઉલ્લેખ કરવામાં આવતો નથી અને કમિટી દ્વારા નિર્ણય લઈને આપની સામે શું પગલાં ભરવા એ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવીને નોટિશના જવાબના તેર દિવસ બાદ પણ કોઈન કમિટી બેસતી નથી અને કોઈજ પ્રક્રિયા કરવામાં આવતી નથ. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દરોજ સવારે સ્ટાફ કમિટી દ્વારા મિટિંગ થતી હોવાનું જાણવા મળ્યું અને આ કાર્યવાહીની નોટીસના જવાબનો કોઈ જવાબ તંત્ર પાસે ન હોવાને લઈને હવે તંત્ર દોડતું થયું હોય તેવું જાણવા મળ્યું છે. આ બાબતે અદાણી દ્વારા આ વેરવૃત્તિ અને કિન્નાખોરી રાખીને રાખીને ફરજ નિભાવતા ઉપરી સ્ટાફ વિરુદ્ધ કડકહાથે કાર્યવાહી કરવી જોઈએ જેના કારણે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા કર્મીઓને માનસિક પજવણીનો સામનો ન કરવો પડે. ત્યારે આ બાબતે અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલના ચેરમેન જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરીને આવા કિન્નાખોર અધિકારીઓને કડક જવાબ આપીને ફરજ મોકૂફ કરવા જોઈએ અને સમજ્યા વિચાર્યા વિના નિષ્ઠાવાન કર્મીઓને ખોટી રીતે ત્રણ-ત્રણ નોટિસો આપીને માનસિક પજવણી કરીને ફરજમાં બેદરકારી રાખતા ધિકારીઓ “ઉલટા ચોર કોટવાલ કો દંડે” જેવો તાલ સર્જી રહ્યા છે. ત્યારે સવારની શિફ્ટમાં ડોકટર દ્વારા લખાયેલી કંટિન્યુશીટ મુજબ આપવામાં આવેલ દવાથી જો દર્દીને આડઅસર થઈ હોય તો ડોકટર દ્વારા કઈ દવા લખાઈ અને દર્દીને કઈ દવા આપવાની હતી તે ચકાસણી મેનેજમેન્ટ ને કરવાની હોય છતાં પણ એ તપાસ કર્યા વિના નોટિસો ફટકારીને કર્મીઓને પજવણી કરાઈ રહી છે ત્યારે અદાણી યોગ્ય પગલા લઈને આવા અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક ફરિયાદ ઉઠવા પામી છે.