Rajkot: સાધુ વાસવાણી સ્કુલ ખાતે ૧૦૦ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું
તા.૧૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: બાળકોના સોનેરી ભાવિ માટે સરકારશ્રીએ વિવિધ યોજનાઓનું અમલીકરણ કર્યું છે. ઉપરાંત, સરકારના વિભાગો દ્વારા સમયાંતરે કારકિર્દી ઘડતર અંગે સેમિનાર યોજાતા રહે છે. જે અન્વયે રાજકોટની સાધુ વાસવાણી સ્કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં રાજકોટ રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલરશ્રી રાજેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત, વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલા કૌશલ્યને સાચી દિશા આપવા આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્સ અંગેની માહિતી આપી હતી.
રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલરશ્રી તન્વીબેન ત્રિવેદીએ શાળા અને કોલેજકાળ દરમિયાન યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જુદા જુદા પુસ્તકો અંગે વિગતવાર માહિતી આપી હતી.
ઓવરસીસ કાઉન્સેલર શ્રી હાર્દિકભાઈ મહેતાએ વિદેશ અભ્યાસ માટે વિઝા, પાસપોર્ટ, લોન અને અન્ય જરૂરી દસ્તાવેજો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સેમિનારનું સમગ્ર સંચાલન શ્રી શ્યામ બખ્તીયાપુરીએ કર્યું હતું.
આ સેમિનારમાં સ્કુલના પ્રિન્સિપાલશ્રી કોમલબેન રાવલ ભાવેશભાઈ દવે, શિક્ષકો અને ધોરણ ૧૦ અને ૧૨ના ૧૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.