NANDODNARMADA

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરિક્ષણ કર્યું

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરિક્ષણ કર્યું

 

સચિવ રમેશ મેરજા એ પરિવાર સાથે ઉત્તરવાહિની પરિક્રમા કરી ચારેય ઘાટ પર સુવિધાઓ નિહાળી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તરવાહી માં નર્મદાની પંચકોશી પરિક્રમા અત્યાંત ધાર્મિક મહત્વ ધરાવે છે. ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા-તિલકવાડા ઘાટ પર પરિક્રામા અર્થે આવતા હોય છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠશ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ મંગળવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરિક્ષણ કરી સરકાર દ્વારા ચાર ઘાટ પર ઉભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી હતી.

સચિવ રમેશ મેરજાએ સૌથી પહેલાં રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ, જે.ટી., બોટ-લાઈફ જેકેટ, લાઈટિંગ, શ્રદ્ધાળુઓને ન્હાવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, કન્ટ્રોલ રૂમ તથા સીસીટીવી કન્ટ્રોલ રૂમ, આરોગ્ય સુવિધા, મિશન મંગલમની બહેનોના ચા-નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી. પવિત્ર નર્મદાના દર્શન, પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. પરિક્રમા દરમિયાન તેમની સાથે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેતનભાઈ, નર્મદાના નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવાએ અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ બાબતે તેમજ સખીમંડળના બહેનો દ્વારા લગાવેલા સ્ટોલ, આરોગ્ય વિશેની જાણકારી આફી હતી. જ્યારે નાયબ માહિતી નિયામક અરવિંદ મછારે નર્મદા પરિક્રમા વિશે તેમજ લોકો દ્વારા આપવામાં આવતા પ્રતિભાવ અંગેની માહિતી આપીને સચિવને અવગત કર્યા હતા.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ સંવાદમાં જણાવ્યું કે, પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તારીખ ૨૯મી માર્ચથી ૨૭ એપ્રિલ સુધી યોજનાર છે, તે અન્વયે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂજબ સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૩૦ દિવસ દરમિયાન યોજાનારી પરિક્રમાને ધ્યાને લઈ સંપૂર્ણ સુચારૂ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તબીબી સારવારની હોય, નાવડીની સુવિધાઓ હોય, લાઇટિંગની સુવિધા, શ્રદ્ધાળુઓને ફ્રેશ થવા માટેની, રહેઠાણની સહિત તમામ વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવી છે. લોકો આ પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યાં છે. પરિક્રમા કરીને ધન્યતા અનુભવી ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

સચિવ પરિવાર સાથે સંપૂર્ણ પરિક્રમામાં જોડાયા હતા. ભક્તિભાવ ભર્યા માહોલમાં પગપાળા પરિક્રમા કરી હતી. આ દરમિયાન રૂટ પર ઊભી કરાયેલી સુવિધાઓ, પાર્કિંગ, લાઈટ, વિશ્રામ સ્થળો સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ-આશ્રમો દ્વારા કરવામાં આવી રહેલી સેવા પ્રવૃત્તિ નિહાળીને પ્રશંસા વ્યક્ત કરી હતી. પરિક્રમા દરમિયાન પરિવાર સાથે નર્મદા માતાની આરતીમાં પણ સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!