GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા વિનામૂલ્યે 15 હજાર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું

MORBI:મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા વિનામૂલ્યે 15 હજાર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું
મોરબી : “હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરતા લોરિયાએ આજે 14 ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પૂર્વે 15,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કર્યું છે.
મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સવારથી સાંજ સુધી તિરંગાનું વિતરણ કરાશે. આ અભિયાનમાં સ્થાનિક અગ્રણીઓ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં લોકો તિરંગા મેળવીને આ રાષ્ટ્રભાવનાના ઉત્સવમાં જોડાઈ રહ્યા હતા







