GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાયા.

MORBI:મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાયા.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેર શેરીમાં અમુક શખ્સો ગંજીપત્તાના પાના વડે જુગાર રમે છે, જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પડતા જ્યાં પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા શૈલેષભાઇ દેવજીભાઈ મામેજા, ચંદુભાઇ વીરજીભાઇ દુદકીયા, શીતલબેન કાનજીભાઇ પીપળીયા, રંજનબેન અમરશીભાઇ દેગામા, અંજનાબેન હસુભાઇ નિમાવત/બાવાજી, નિમુબેન રાજેશભાઇ સનુરા તથા વનીતાબેન હરેશભાઇ રાઠોડ તમામ રહે. મોરબી વાળાને રોકડા રૂ. ૫૧,૪૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચ પોલીસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






