GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નાની વાવડી ગામે રહેણાંકમાં જુગાર રમતાં સાત ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના નાની વાવડી ગામે રહેણાંકમાં જુગાર રમતાં સાંત ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે નાની વાવડી ગામે મનસુખભાઇ પડસુંબિયાના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા મનસુખભાઈ નાથાભાઈ પડસુબીયા ઉવ.૬૬, પ્રવિણભાઇ પ્રેમજીભાઈ વસીયાણી ઉવ.૫૮, રામભાઈ બાબુભાઈ ઝીલરીયા ઉવ.૫૨, દુર્લભજીભાઈ મોહનભાઈ રૂપાલા ઉવ.૬૬, ચંદુલાલ નરસીભાઈ સંઘાણી ઉવ.૬૪, રમેશભાઈ હર્ષદભાઈ કુંભારવાડીયા ઉવ.૩૮ તથા ભુપતભાઈ મોહનભાઈ ગોગરા ઉવ.૫૦ તમામ રહે. નાની વાવડી ગામવાળાઓને તાલુકા પોલીસ ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૬૫,૫૦૦/- જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.