MORBI:મોરબીના હડમતિયા ગામ પાસે સતત ૧૦૮ આઠ દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન !
MORBI:મોરબીના હડમતિયા ગામ પાસે સતત ૧૦૮ આઠ દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન !
ગુજરાત રાજ્યમાં પહેલું વહેલું યોજાય છે આ ધાર્મિક કાર્યક્રમ!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં હડમતીયા ગામ નજીક પાલનપીર ની જગ્યાની સામે આવેલા રાજલ ફાર્મમાં સતતં એક્સો આંઠ દિવસનું પંચદેવ યજ્ઞનું મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કદાચ સમગ્ર ગુજરાત ભર માં થી આવું સૌપ્રથમવાર આયોજન થયું છે તેવો અહીં આ ધાર્મિક કાર્યમાં પધારેલા સાધુ સંતોનો ઉદગાર હતો. આ ભગીરથ કાર્ય વીરપર ગામનાં રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાધડીયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે. આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમ ના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે સતત એકસો આઠ દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞ નું આયોજન કરવું. અને આ પંચદેવ એટલે શ્રી ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, અને સૂર્ય ભગવાન તેમજ હાલના સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું હશે. અહીં દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણી નું આયોજન થયું છે. વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જમાડવા અને દરેક પ્રકારની વ્યવસ્થા ની જવાબદારી ઉપાડી લીધી છે. આ યજ્ઞમાં બેસનારાએ તેમના સગા વ્હાલા ને તેડાવવા અને યજ્ઞમાં બેસતા પરિણીતા નેં પીયરીયાઓએ જે પહેરામણી કરવાની હોય છે તે આ મહા યજ્ઞના આયોજકો કેશવજીભાઈ તથા તેમના ધર્મપત્ની તરફથી પહેરામણી કરી દેવામાં આવે છે. તેમના વતન વીરપર ગામના જુદી જુદી જ્ઞાતિના લોકોને જુદા જુદા દિવસે પ્રસાદ લેવાનું આમંત્રણ આપ્યું છે. એકસો આઠ દિવસ સુધી દરરોજ પાંચ બ્રાહ્મણ પરિવાર નેં પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.આ રાજલ ફાર્મમાં કાયમી ધોરણે યજ્ઞશાળા શરૂ કરવામાં આવી છે. દરરોજ ગાયોને નીરણ અને કૂતરાને રોટલા ખવડાવવાનું સેવા કાર્ય સતત ચાલુ છે. યજ્ઞપૂર્ણ થયા બાદ તમામ લોકોને પ્રસાદ લેવાનો અને પસાર લીધો હતો. યજ્ઞશાળા નાં પટાંગણમાં જ વાધડીયા પરિવારની મહિલાઓ રાસે રમે છે. જેમાં નાની બાલિકાઓ, યુવતીઓ અને મોટી ઉમરની મહિલાઓ રાસે રમે છે.
અહીં એ વાત જણાવી દઈએ કે ઘણા લોકો પોતાના ઘરે પોતાનો પ્રસંગ કાઢવામાં ત્રણ ચાર દિવસનું આયોજન કરે છે પરંતુ ત્રણ ચાર દિવસના આયોજન કંટાળો આવી જાય છે ત્યારે આ તો પરસેવા અને ધાર્મિક કાર્ય માટે સતત ૧૦૮ દિવસ સુધી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એટલે જ આવા કાર્યોને લોકો ભાગીરથી કાર્ય કહે છે.