GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં શ્રી ઝૂલેલાલ મહોત્સવ નિમિત ધાર્મિક મહોત્સવ, સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી
MORBI:મોરબીમાં શ્રી ઝૂલેલાલ મહોત્સવ નિમિત ધાર્મિક મહોત્સવ, સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી
સમસ્ત સિંધી સમાજ દ્વારા આજે શ્રી ઝૂલેલાલ મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી સિંધુ ભવન ખાતે વિવિધ ધાર્મિક મહોત્સવ બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા અબીલ ગુલાલની છોળો વચ્ચે નીકળી હતી જેમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા
મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે આજે ૧૦૭૫ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ધ્વજા રોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ યોજાયો હતો તેમજ સાંજે અબીલ ગુલાલની છોળો વચ્ચે ઢોલ નગારાના તાલે નાચતા ઝૂમતા શોભાયાત્રા નીકળી હતી ભગવાનના રથ સાથે શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી જે શોભાયાત્રા દરમિયાન ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમ્યા હતા