GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબીમા જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

મોરબી : મોરબીની સદભાવના હોસ્પિટલની બાજુમાં આવેલી બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં (શ્રીકૃષ્ણ ધામ) ખાતે આગામી તારીખ 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયાના પરિવાર દ્વારા 17 એપ્રિલ ને બુધવાર થી 23 એપ્રિલ ને મંગળવાર (હનુમાન જયંતી) સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ કથામાં દરરોજ બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી કથાના વક્તા પુરાણાચાર્ય શાસ્ત્રી રવીન્દ્રભાઈ જોશી (સરધાર- જૂનાગઢ) વ્યાસપીઠ પર બીરાજી મધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. 23 એપ્રિલે કથાના અંતિમ દિવસે સવારે 9 થી 12 દરમિયાન કથા ચાલશે. 17 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી સાંજે 7-30 કલાકે અને 23 એપ્રિલના રોજ બપોરે 12-30 કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે પ્રસાદનું આયોજન કરાયું છે. 17 એપ્રિલના રોજ સામતભાઈ જારીયાના જેલ રોડ પર આવેલા નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળી કથા મહોત્સવ સ્થળે પહોંચશે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. સાથે જ 18 એપ્રિલે રાત્રે 9-15 કલાકે લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાશે. 22 એપ્રિલના રોજ રાત્રે 9-15 કલાકે નિધિબેન ધોળકીયા, તેજશભાઈ શિશાંગીયા અને દિપકભાઈ જોષી દ્વારા શ્રીનાથજીની ઝાંખી યોજાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!