NAVSARIVALSAD CITY / TALUKO

નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૯મીએ નવસારી સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટે કેમ્પ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૧૪: હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ નવસારી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકની નોંધણી કરાશે જે લોકો રાષ્ટ્ર સેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા સાથે લાવવાના રહેશે.

સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછુ ધોરણ ૪ પાસ અને ૧૮ વર્ષ કે તેથી ઉપરના નિરોગી, તંદુરસ્ત વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. આ સ્વયંસેવકો તરીકે માજી સૈનિકો, પોલીસમિત્ર, એનએસએસ, એનસીસી વોલન્ટિયર, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, એનજીઓ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે.

સીવીલ ડીફેન્સ વોલીન્ટીયર ભરતી કેમ્પ માટે આગામી તા.૧૯/૦૫/૨૦૨૫ બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી તાલુકાવાર સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર નવસારી(શહેર) માટે લુન્સીકુઇ મહાનગરપાલિકા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, નવસારી ખાતે, નવસારી(ગ્રામ્ય) માટે સીસોદ્રા કુમારશાળા, પંચાયતની બાજુમાં, નવસારી ખાતે, જલાલપોર તાલુકા માટે કોળી સમાજની વાડી, ઉભરાટ રોડ, મહુવર, મરોલીબજાર, તા.જલાલપોર, ગણદેવી તાલુકા મામલતદાર કચેરી, ગણદેવી, ચીખલી તાલુકા માટે ડી.એ.ઇટાલીયા સ્કુલ, ચીખલી, વાંસદા તાલુકા માટે આઇ.ટી.આઇ.મનપુર તા.વાંસદા અને ખેરગામ તાલુકા માટે આઇ.ટી.આઇ.ખેરગામ ખાતે સીવીલ ડીફેન્સ વોલીન્ટીયર ભરતી કેમ્પ યોજાશે. જેમા ભાગ લઇ રાષ્ટ્ર સેવા માટે નોંધણી કરાવવા નિવાસી અધિક કલેક્ટર, નવસારીની અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!