KALOL(Panchamahal)PANCHMAHAL

પતી સાથેના નાણાકીય વ્યવહાર બાબતે પત્ની ઉપર ચેક રીટર્ન કેસની ફરિયાદ કાલોલ કોર્ટે રદ કરી.

 

તારીખ ૧૮/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે રહેતા ઈબ્રાહીમ રહેમાન જમાલ દ્વારા કાલોલ તાલુકાના ચોરાડુંગળી ગામના કોકિલાબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સામે કાલોલ કોર્ટેમા રૂ ૨ લાખ ના ચેક રિટર્ન ની ફરિયાદ ની વિગતો મુજબ ફરિયાદી ઈબ્રાહીમ રહેમાન જમાલ અને આરોપી તથા તેમના પતી ધર્મેન્દ્રસિંહ મિત્રતા ના નાતે એકબીજાને ઘરે આવજા કરતા હોય ધર્મેન્દ્રસિંહ ને નાણાં ની જરૂર પડતા તેની પત્ની કોકિલાબેને ફરિયાદીને રૂ ૨ લાખ ઉછીના આપવા જણાવ્યુ હતુ જેથી ફરિયાદી ઈબ્રાહીમ રહેમાન જમાલે મદદ કરવા માટે આરોપી કોકિલાબેન ને તેઓના પતી અને તેમના ગામના અન્ય એક ઈસમ જ્યોતિષકુમાર પટેલ ની હાજરીમાં રૂ ૨ લાખ હાથ ઉછીના આપેલા અને આ નાણા છ મહિનામાં પરત કરી દેવાની આરોપીએ ખાત્રી આપી હતી. ઉછીના લીધેલા પૈસા ની અવેજ મા આરોપીએ પોતાના પતી અને જ્યોતિષકુમાર ની હાજરીમાં તા ૨૪/૦૪/૧૯ ના રોજનો ચેક લખી આપ્યો હતો જે ચેક રિટર્ન આવતા નોટીસ આપી હતી અને ત્યારબાદ કાલોલ કોર્ટ મા કેસ દાખલ કર્યો હતો. આરોપી તરફે એડવોકેટ મનોજ બી વણકર હાજર રહી ફરિયાદી અને સાહેદ જ્યોતિષકુમાર ની ઉલટ તપાસ કરી હતી તે ઉલટ તપાસમાં ફરિયાદીએ અને સાહેદે કબુલ કરેલ કે,”આ ચેકનો કેસ ધર્મેન્દ્રભાઈ ને આપેલા પૈસા પરત મેળવવા કરેલ છે”. વધુમા ફરીયાદીની ઉલટ તપાસમાં મહત્વની હકીકત બહાર આવી હતી કે, “આરોપી કોકિલાબેન ને પૈસા આપ્યા હોવાનો કોઇ આધાર પુરાવો આ કામે રજૂ કરેલ નથી. મે આરોપીને હાથ ઉછીના પૈસા આપેલા તેની વિગત ફરિયાદમા,સર તપાસમાં દર્શાવી છે કે નહિ તેની વિગતો મને ખબર નથી . બે લાખની રોકડ હુ ક્યાંથી લાવ્યો તે મારી ફરિયાદમાં જણાવ્યું નથી”આમ ઉલટ તપાસ દરમિયાન આરોપીને નાણા આપ્યા હોય તેવો કોઇ પુરાવો મળેલ નથી વધુમા ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું નિઃશંકપણે પુરવાર કરી શકેલ નહી હોવાથી એપેક્ષ કોર્ટો ના વિવિધ ચુકાદાઓ અને એડવોકેટ એમ બી વણકર ની દલીલો ગ્રાહ્ય રાખી કાલોલના એડી. ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ આર જી યાદવે ફરિયાદીની ફરિયાદ રદ કરીને આરોપી કોકિલાબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે.

Back to top button
error: Content is protected !!