BHARUCHGUJARAT

અંકલેશ્વર નજીક નર્મદા નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો; પોલીસ તપાસ શરૂ કરી


સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદીનાં પાણીમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ મૃતદેહ જોઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહની તપાસ કરતા એટીએમ અને ફોન મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મૃતદેહ પાસેથી મળેલા એટીએમ અને ફોનના આધારે તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!