બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૦૫/૦૮/૨૦૨૪
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે ઝધડીયા પ્રાંત અધિકારી ગામીતની અધ્યક્ષતામા તાલુકા સંકલનની બેઠક નુ આયોજન કરવામા આવ્યુ હતુ,આ બેઠકમા વિવિધ પ્રશ્ર્નો ની ચર્ચા કરવામા આવી હતી. ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી નિમિતે હર ધર ત્રિરંગા બાબતે જરૂરી આયોજન કરવા પ્રાંત અધિકારી તરફથી સુચન કરવામા આવ્યુ હતુ. સદર બેઠકમા તાલુકા મામલતદાર રિતેશ કોકણી, નાયબ મામલતદાર ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે.દેસાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.એન.સીંગ, તાલુકા પંચાયત પ્રમુખ વશુધાબેન વસાવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગનભાઈ વસાવા, તાલુકાના સદસ્યો હાજર રહ્યા
હતા.