GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા 

MORBI:મોરબીના વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

 

મોરબી: શહેરમાં ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેર દરવાજા અંદર આવેલ વાણંદ સમાજની વાડી પાસે દરોડો પાડી, જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 16,000ની રોકડ રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે.

​મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે કેટલાક ઈસમો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા દરોડો પાડ્યો હતો, જેમાં છ ખેલૈયાઓ પકડાઈ ગયા હતા ​જેમાં ​સબીરહુશેન ઉર્ફે સબલો કાસમભાઇ કુરેશી (રહે. સીપાઇ વાસ, મોરબી) મહેબુબભાઇ હુસેનભાઇ શેખ (રહે. કાલીકા પ્લોટ, મોરબી) અલ્તાફભાઇ સીકંદરભાઇ સમા (રહે. જમાદાર શેરી, મોરબી) તૈયબભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી (રહે. કબીર ટેકરી, મોરબી) ​અબ્દુલભાઇ કાદરભાઇ સમા (રહે. જમાદાર શેરી, મોરબી) આરીફખા કાસમખા ખોરમ (રહે. પંચાસર રોડ, મોરબી) પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ ₹16,000ની રોકડ જપ્ત કરી છે અને તેમની વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!