GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad – હળવદ ટાઉનની આનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં માંથી તસ્કરો ૧.૪૪ લાખના દાગીનાની ચોરી કરી રફુચક્કર 

Halvad – હળવદ ટાઉનની આનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં માંથી તસ્કરો ૧.૪૪ લાખના દાગીનાની ચોરી કરી રફુચક્કર

 

 

રીપોર્ટ – વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ ટાઉનની આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી નામના ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.૧૪ ઓકટોબર ૨૦૨૪ ના રોજ આનંદ પાર્ક સોસાયટીના પોતાના રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં રહેલ કબાટના લોકરમાંથી સોનાના દાગીના જેમા ત્રણ તોલાનુ મંગળસુત્ર, ત્રણ તોલાનો ગળામા પહેરવાનો હાર તથા બુટી, પાંચ ગ્રામની આગળીમા પહેરવાની ત્રણ વિટી, હાથમા પહેરવાના સોનાની ચીપ વાળા પાટલા ૧ જોડી, સોનાની ચીપ વાળી ચાર ચૂડલી તથા ચાંદીના સાકળા પંચાસ ગ્રામના એમ કુલ કિ. રૂ.૧,૪૪,૦૦૦/-ની મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે, હાલ હળવદ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી અજાણ્યા ચોર ઇસમોને પકડી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

Back to top button
error: Content is protected !!