GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માં રહેતા સરડવા પરિવારનું સ્નેહ મિલન યોજાયું

 

 

MORBI:મોરબી માં રહેતા સરડવા પરિવાર નું સ્નેહ મિલન યોજાયું

 


ઉમા સંસ્કારધામ માં સરડવા પરિવાર સ્નેહ મિલન સમિતિ દ્વારા મોરબી શહેર માં વસતા સરડવા પરિવાર નું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહમિલન સમિતિ ના પ્રમુખ શ્રી નરભેરામભાઈ માવજીભાઈ સરડવા ( એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક)ની મંજુરી લઈ કાર્યક્રમ ની શુભ શરૂઆત માં રવિ રાંદલ માતાજીના દીપ પ્રાગટય અને આરતી દ્વારા કાર્યક્રમ સ્થળે નિયત સમય માં પહોંચનાર પરિવાર ની બહેનો અને માતાઓ દ્વારા કરવામાં આવેલ , ત્યારબાદ વડીલો દ્વારા તેમના સંઘર્ષમય જીવનના અનુભવો પરથી પ્રેરણાદાયી માર્ગદર્શન આપેલ, ત્યારબાદ પરિવાર ના નાનકડા ભુલકાઓ કે જે પરિવાર ના ભવિષ્ય ની આશા છે એવા બાળકો દ્વારા જુદા જુદા વિવિધ કાર્યક્રમ રજૂ કર્યાં જેમાં એકપાત્ર અભિનય, ભગવત ગીતાના અધ્યાય, દુર્ગા સ્તુતિ તેમજ કાલીઘેલી ભાષામાં પોતાના વક્તવ્ય આપીને કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના સભ્યોને મંત્રમુક્ત કરી દીધા હતા. આવા બાળકોને પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સંયુક્ત કુટુંબ માં દસ વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી દેરાણી જેઠાણી તેમજ સાસુમા નું સાલ ઓઢાડીને સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક પહેલ એવી પણ કરવામાં આવી હતી કે જેમાં પરિવારના કોઈ સભ્યને કોઈ આકસ્મિક મદદની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો દ્વારા શક્ય થઈ શકે તેવી સામાજિક, આર્થિક અને માનસિક રીતે જરૂરિયાત મંદ પરિવારને મદદ કરવી. આ પહેલની કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના તમામ સભ્યોએ ઉમેળકાભેર સ્વીકારી લીધી હતી. છેલ્લે સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. સમૂહભોજન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઇ અને સુધીરભાઈ એ કર્યું હતું.કાર્યક્રમ ના અંતે આભાર વિધિ સરડવા મણિભાઈ એ કરી હતી.

Back to top button
error: Content is protected !!