વિકાસ સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે પંચમહાલ જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે સેવારત અધિકારી કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, મંગળવાર ::* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સુશાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં આવેલી તમામ કચેરીઓના અધિકારી – કર્મચારીઓ દ્વારા *ભારત વિકાસ પ્રતિજ્ઞા/વિકાસ શપથ* લેવામાં આવ્યા છે.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાકક્ષાએ કાર્યરત વિવિધ કચેરીઓ ખાતે સેવારત અધિકારી – કર્મચારીઓએ દેશને સમર્પિત રહેવા,પોતાના પહેલા દેશનો વિચાર કરવા,સમૃદ્ધ વારસાનું ગૌરવ કરવા,બંધારણીય મૂલ્યોના જતન કરવા,જ્ઞાતિ,ધર્મ કે જાતિના બંધનોમાથી મુક્ત રહેવા *ભારત વિકાસ પ્રતિજ્ઞા / વિકાસ શપથ* લીધા હતાં.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના ૧૪ માં મુખ્યમંત્રી તરીકે ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના દિવસે શપથ લીધા ત્યારથી રાજ્યની વિકાસયાત્રા આરંભાઈ હતી. ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે તા. ૭ મી ઓક્ટોબર થી ૧૫ મી ઓક્ટોબર,૨૦૨૪ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.





