દિયોદર રેલ્વે ફાટક પર ટ્રેન નીચે ચગવાડા ગામના આધેડે પડતું મૂક્યું ઘટના સ્થળે મોત..
દિયોદર રેલ્વે ફાટક પર ટ્રેન નીચે ચગવાડા ગામના આધેડે પડતું મૂક્યું ઘટના સ્થળે મોત...
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થયા રેલ્વે પોલીસ દોડી આવી
દિયોદર રેલ્વે ફાટક પર ટ્રેન નીચે ચગવાડા ગામના આધડે પડતું મૂકી જીવન લીલા સંકેલી દીધી છે જે અંગે રેલ્વે પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે દિયોદર તાલુકાના ચગવાડા ગામના અને દિયોદર આયોધ્યા નગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ ડાયાભાઈ દરજીએ કોઈ અગમ્ય કારણસર રેલ્વે ફાટક પર ટ્રેન નીચે પડતું મૂકતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બનાવ ની જાણ આજુ બાજુ લોકોને થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાબત ની જાણ ભીલડી રેલ્વે પોલીસ ને કરતા રેલ્વે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માત નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં ક્યાં કારણસર ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કર્યું તે હજુ જાણી શકાયું નથી