DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીઆ નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ

તા.૧૨.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De. Bariya:હર ઘર તિરંગા અભિયાન-એક ભારત, શ્રેષ્ઠ ભારત

દેવગઢ બારીઆ નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ દાહોદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલીયા દેવગઢ બારીઆ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ કલાલ, પ્રાંત અધિકારીશ્રી ભગોરા સાહેબ, માલતદાર ,ની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢ બારીઆ નગરમાં ભવ્યભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલીયા દેવગઢ બારીઆ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ કલાલ, પ્રાંત અધિકારી ભગોરા સાહેબ, માલતદાર,પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા શિક્ષણાઅધિકારી સંકલિત બાલ વિકાસ અધિકારી શિક્ષણ નિરીક્ષક માધ્યમિક વિભાગ, ચીફ ઓફિસર નગરપાલિકા,શહેર ભાજપ પ્રમુખ, તાલુકા સંગઠન સદસ્યઓ નગરપાલિકા સદસ્યઓ,સામાજિક અગ્રણીઓ,આગેવાનો, NCC કેડેર્ડ્સ, નગરપાલિકા સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ દેવગઢ બારીઆ તથા રમત-ગમત સંકુલના અધિકારીઓ બાળકો અને વાય.એસ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના પ્રોફેસરઓ અને વિદ્યાર્થીઓ તેમજ નગરજનો વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ -કર્મચારીઓ સહિત સૌ હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર જોડાયા હતા ભવ્ય તિરંગા યાત્રા.તિરંગાને સૌએ હવામાં લહેરાવીને એક ભારત નેક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ પ્રસરાવ્યો હતો. દેવગઢ બારીઆ નગરમાં ભવ્ય તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા કર્યા હતા. કાર્યક્રમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી

Back to top button
error: Content is protected !!