HIMATNAGARSABARKANTHA
હિંમતનગર નવાં બજાર અને ગાંધી રોડ વેપારી એસોસિએશન દ્વારા કરાયું બ્લડ કેમ્પ નું ભવ્ય આયોજન

અહેવાલ :- પ્રતિક ભોઈ.
હિંમતનગર નવાં બજાર અને ગાંધી રોડ વેપારી એસોસિએશન દ્વારા કરાયું બ્લડ કેમ્પ નું ભવ્ય આયોજન
પાકિસ્તાન સાથે હાલ ભારત ની સીમા પર ચાલતા ભીષણ ઘર્ષણ ને જોતા જો કોઈ પરિસ્થિતિ ઉભી થાય અને દેશ ના જવાનો જે સરહદ પર દેશની રક્ષા મા તત્પર છે એમને જો લોહી ની જરૂર પડે તો આગમ ચેતી ના પગલા રૂપી હિંમતનગર નવાં બજાર, અને ગાંધી રોડ વેપારી એસોસિએશન દ્વારા રેડ ક્રોસ સાથે મળીને બ્લડ દાન કરી વેપારીઓ પણ સેના ની સાથે છે એવું દર્શાવી સેના નોં જુસ્સો વધાર્યો
જેમાં નવાં બજાર વેપારી એસોસિએશન ના પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, પીનેસભાઈ વખારીયા, નીતેશભાઈ પ્રજાપતિ, રીતેશભાઈ મોદી તેમજ મિતુલ ભાઈ વ્યાસ જેમને ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો
જેમાં પ્રફુલભાઈ સોની, ગૌરવભાઈ દરજી એ સારો સહકાર આપી ઉમદા નાગરિક તરીકે ની ફરજ અદા કરી હતી



