MORBI:વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીને મળી વિશેષ ભેટ; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુલી જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું
MORBI:વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીને મળી વિશેષ ભેટ; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુલી જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું
મોરબીમાં ૨૦ કરોડના ખર્ચે ૨ એકર વિસ્તારમાં આકાર પામશે અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર; બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની સાથે પ્રવાસન માટે પણ મહત્વનું સ્થળ બની રહેશે
વિકાસ, વિરાસત અને વિજ્ઞાનનો સુભગ સમન્વય; મોરબીની પ્રાદેશિક પરંપરાઓની વૈજ્ઞાનિક પરિભાષા બનશે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર
વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત અનેક વિકાસ કાર્યો લોકોની જન સુખાકારી માટે આકાર લઈ રહ્યા છે ત્યારે મોરબીમાં વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ માટે ૨૦ કરોડના ખર્ચે અધ્યત અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નિર્માણ પામનાર છે જેનું રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજરોજ તા.૧૫ ઓક્ટોબરના રોજ રાજ્યકક્ષાના કાર્યક્રમ થકી વર્ચ્યુલી ખાતમુહૂર્ત કર્યું હતું.
વિકાસ સપ્તાહ અન્વયે ગુજરાત રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ સોગાદ મળી છે. ત્યારે મોરબીને આદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની વિશેષ ભેટ મળી છે. વિકાસ, વિરાસત અને વિજ્ઞાનના સુભગ સમન્વય સમા આ આદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર માટે સરકાર દ્વારા ૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી ૦૨ એકર જેટલા વિશાળ વિસ્તારમાં વિજ્ઞાન કેન્દ્ર નિર્માણ પામશે. અત્યાધુનિક ભવનમાં મોરબી જિલ્લાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતી વિવિધ ગેલેરી ડેવલપ કરવામાં આવશે.
આ વિજ્ઞાન કેન્દ્ર વૈજ્ઞાનિક સંશોધનો, પ્રયોગો તથા બાળકોને વૈજ્ઞાનિક ક્ષેત્રે થયેલ નવી શોધખોળ વિશે સમજવાનો તથા તેને જાણવા માટે તથા તેમની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે મહત્વનું સાબિત થશે. વિજ્ઞાન અને નૂતન ટેકનોલોજી સાથે પ્રવાસન માટે પણ મહત્વના કેન્દ્ર તરીકે આ વિજ્ઞાન કેન્દ્ર મોરબી માટે ખૂબ જ મહત્વનું છે. જ્યાં જિલ્લા કક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન સંબંધિત મહત્વના સેમિનાર યોજાશે જેનો સીધો ફાયદો મોરબીને થશે. મોરબીની પ્રાદેશિક પરંપરાઓ સાથે વિજ્ઞાનના સ્પર્શ સાથે વૈજ્ઞાનિક પરિભાષાનું મહત્વનું કેન્દ્ર આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર બનશે.