GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પધારો આદર્શ મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક

MORBI:પધારો આદર્શ મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ સિરામીક મતદાન મથક જિલ્લાની ઔદ્યોગિક બાબતોને પ્રદર્શિત કરશે

મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સખી મતદાન મથક, દિવ્યાંગ સંચાલીત મતદાન મથકોની સાથે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું સવિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતની સાથે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લામાં પણ હાલ લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે, જિલ્લામાં મતદાન મથકો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સામાન્ય મતદાન મથકો સિવાય પણ જિલ્લામાં સવિશેષ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેની સાથે જે તે જિલ્લાની ઓળખ સાથે જોડાયેલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.

મતદાન મથક ઉભું કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સવિશેષ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ અને સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને દર્શાવવામાં આવી છે. વિશ્વનું બીજુ સૌથી મોટું સિરામીક કલસ્ટર, મોરબી જિલ્લાના સિરામીક ઉદ્યોગની વિશેષતાઓ અને સિરામીક ઉદ્યોગમાં નળિયાથી વિક્ટ્રીફાઈ સુધીની સફરની થીમ આધારિત મતદાન મથકમાં વિશેષતાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!