BANASKANTHAGUJARATPALANPUR

વડગામ રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન

24 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર વડગામ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મેનેજીંગ ટ્રસ્ટી શ્રી આર.વી.પટેલ તમામ ટ્રસ્ટીઓ, ગ્રામજનો
પુજારી જગદીશભાઈ રાવલ સહિત તમામ ધર્મપ્રેમી જનતા ના સાથ સહકારથી શ્રાવણ માસ દરમિયાન સવાલાખ બીલીપત્ર નો અભિષેક કરવામાં આવશે. તા. ૧૩-૦૮-૨૦૨૫ થી તા. ૨૧-૦૮-૨૦૨૫ સુધી શ્રી શિવ મહાપુરાણ કથા
શ્રાવણ માસ પૂર્ણાહતિ યજ્ઞ તા. ૨૪-૦૮-૨૦૨૫ ને રવિવાર ના રોજ રાખેલ છે. ઉપરાંત પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહેવા
જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી

Back to top button
error: Content is protected !!