MORBI:મોરબીમાં બૂટલેગરો સામે કડક કાર્યવાહી : ઉમા વિદ્યાસંકુલ સામે આવેલા મકાનોનું ડિમોલિશન

MORBI:મોરબીમાં બૂટલેગરો સામે કડક કાર્યવાહી : ઉમા વિદ્યાસંકુલ સામે આવેલા મકાનોનું ડિમોલિશન
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા) મોરબી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આજે કલાક 13:00 વાગ્યે, અરુણોદય સર્કલ પાસે આવેલ ઉમા વિદ્યાસંકુલની સામે, મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારના બૂટલેગર જુસબ હબીબ જામ તથા વલી મહંમદના મકાનો પર પ્રશાસન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી.
કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી લેવામાં આવેલા આ પગલાં દરમિયાન પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશો આ કામગીરી દ્વારા આપવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોમાં પણ પ્રશાસનની આ કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી વિસ્તારમાં બૂટલેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી નાગરિકો પરેશાન હતા, ત્યારે આજની કાર્યવાહીથી કાયદાભંગ કરનારાઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે, ગેરકાયદેસર ધંધા કે અસામાજિક પ્રવૃત્તિઓને કોઈપણ હાલતમાં સહન કરવામાં આવશે નહીં, અને આવનારા સમયમાં પણ આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.








