GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી MMC@1 ના સંદર્ભે યુવા માર્ગદર્શન કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

MORBI:મોરબી MMC@1 ના સંદર્ભે યુવા માર્ગદર્શન કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

 

 

મોરબી મહાનગરપાલિકાની દ્વારા
MMC@1 અન્વયે સનાળા રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા યુવા માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

MMC@1 મોરબી મહાનગરપાલિકા બન્યું તેનું ઉજવણી સપ્તાહ અંતિમ ચરણમાં છે જેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા યુવા માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં યુવાનોને પોતાના સપના ને સાચી દિશામાં આગળ વધારવા માટે યોગ્ય માર્ગદર્શન મનપાના અધિકારીઓએ પૂરું પાડ્યું હતું. જેમાં અંદાજિત 750 થી 800 વિદ્યાર્થીઓ યુવા માર્ગદર્શન કાર્યક્રમ મા હાજર રહ્યા હતા.


આ કાર્યક્રમમાં મોરબી મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે IAS, નાયબ કમિશનર કુલદીપ સિંહ વાળા , નાયબ કમિશનર સંજય સોની, તાલુકા હેલ્થ ઓફિસર રાહુલ કોટડીયા, ચીફ ફાયર ઓફિસર, સીટી એન્જિનિયર, એકાઉન્ટન્ટ દિનેશ બારડ સહિતના મનપાના અધિકારીઓએ યુવા માર્ગદર્શન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!