MORBIMORBI CITY / TALUKO

ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમા પોલીસલાઈન કુમાર શાળા ના વિધાર્થીઓએ રમતોની મજા માણી.

 

 

સ્વ માથી સર્વસ્વ તરફ લઇ જવાનુ એક માધ્યમ એટલે રમત બાળકોમાં ખેલદિલી ની ભાવના વિકસે અને વિવિધ કૌશલ્યો નો વિકાસ થાય એ માટે ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવાર ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ મોરબી ખાતે ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કુલ ખાતે આઇ.પી.એલ ની ગુજરાત ટાઇટનના પ્રમોશન માટે “જુનીયર ટાઇટન” એવો કાર્યક્રમ આયોજીત થયેલ હતો. આ ઇવેન્ટ ના મેનેજર હરદીપભાઇ દ્વારા શ્રી પોલીસલાઇન કુમાર શાળાના બાળકોને ભાગ લેવા માટે આમંત્રીત કર્યા હતા. જેને અનુસંધાને શાળાના કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન બાળકો ને ગુજરાત ટાઇટને જીતેલ ટ્રોફી અને મેડલ સાથે ફોટોગ્રાફી કરી હતી ત્યારબાદ વિવિધ રમતોના કોચ દ્વારા ફૂટબોલ,બાસ્કેટ્ઝોલ,બોક્સ ક્રિકેટ જેવી રમતો અંગે માર્ગદર્શન આપી રમતો રમાડી હતી.બાળકોએ ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે રમતો રમી ખૂબ આનંદીત થયા હતા.કાર્યક્રમ ને અંતે દરેક બાળકોને પ્રમાણપત્રો,ટીશર્ટ, કીટ અને હેલ્ધી નાસ્તો આપ્યો હતો. કાર્યક્રમ ના અંતે બાળકો ખુબજ આનંદીત થયા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરેલ હતી

 

Back to top button
error: Content is protected !!