MORBI: મોરબી શાળામાં છેલ્લા દિવસે ચિત્રકામ કરતા વિદ્યાર્થીઓ! વેકેશન ની મજા થી મુખ પર હર્ષ દેખાયો!
MORBI: મોરબી શાળામાં છેલ્લા દિવસે ચિત્રકામ કરતા વિદ્યાર્થીઓ! વેકેશન ની મજા થી મુખ પર હર્ષ દેખાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ્ સમાચાર મોરબી)
ગુજરાતમાં સરકારી શાળામાં અને ખાનગી શાળાઓમાં આજથી વેકેશન પડી ગયું છે. ત્યારે વેકેશન શરૂ થાય તે પહેલાંના સમયમાં શાળામાં છેલ્લા દિવસે એક સરકારી શાળામાં બાળકોને ચિત્રકામમાં રૂચી રહે તે માટે ચિત્રકામ અને તેમાં રંગો પૂરવાનું કામ નું શિક્ષણ કાર્ય શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું અને કાલથી વેકેશન પડે છે તેવો આ વિદ્યાર્થીઓમાં મુખ પર હર્ષ દેખાતો હતો અને ચિત્ર દોરીને તેમાં રંગ પુરી રહ્યા હતા. આવું મોરબી થી વીસ કિલોમીટર દૂર આવેલ કાંતિપુર પ્રાથમિક શાળામાં જોવા મળ્યું હતું જ્યાં બાળકોના વાલી પણ એટલા જાગૃત હોય શાળાનું શિક્ષણ અવ્વલનંબર પર ચાલી રહ્યું છે. શહેરીકરણની દોટ નાં કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે તેવા માહોલમાં સરકારી શાળાઓમાં ચલાવવામાં શિક્ષકોની વિશેષ જવાબદારી બની જાય છે ત્યારે આવી જવાબદારી કાંતિપુર શાળાના આચાર્ય સંજયભા વશરામભા ગઢવી અને શિક્ષિકા બહેન પૂજાબેન દલપતભાઈ ચાંચડીયા પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે અને શિક્ષણ કાર્ય નિભાવી રહ્યા છે તેવું ઝીરો ગ્રાઉન્ડ પરથી જોવા મળ્યું છે.