MORBI:મોરબી C.A.તેમજ C.S.બનવા પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ અરજી જમા કરાવવાની રહેશે.
MORBI:મોરબી C.A.તેમજ C.S.બનવા પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ અરજી જમા કરાવવાની રહેશે.
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમીક શાળામાં ધો-૧ થી ૮ પૈકી ૧ વર્ષનો અભ્યાસ કરેલ હોય, ધોરણ-૧૨ માં વર્ષ ૨૦૨૫ માં ૭૫ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય, હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક ૫ (પાંચ) લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ કોલેજના અભ્યાસની સાથે C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા હોય તેઓને C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા પાસ કર્યે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે .તેથી ઉપર મુજબની શરતો સંતોષતા હોય તેવા C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
પસંદ થયેલ C.A. ફાઉન્ડેશન પાસ કરેલ ૨૦ વિદ્યાર્થીઓ તેમજ તેમજ C.S. ફાઉન્ડેશન પાસ કરેલ ૧૦ વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦૦/- શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે .
આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા.૩૧/૦૮/૨૦૨૫ પાહેલા રૂમ નં.૧૪૬,શિક્ષણ શાખા,પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી,સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી,મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.



