HALVAD:હળવદના કોયબા નજીકથી સબસીડીયુક્ત યુરીયા ખાતરની હેરાફેરીનો પર્દાફાશ

HALVAD:હળવદના કોયબા નજીકથી સબસીડીયુક્ત યુરીયા ખાતરની હેરાફેરીનો પર્દાફાશ
હળવદ પોલીસે ધ્રાંગધ્રા હાઈવે પર કોયબા ગામના પાટિયા પાસેથી ૨૨ દિવસ પહેલા સબસીડી યુક્ત ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાદ તેને રીપોર્ટ માટે મોકલવામાં આવતા તે સબસીડી યુક્ત યુરીયા ખાતર હોવાનું પુરવાર થતા એજન્ટ અને માલ મંગાવનાર સહિતના પાંચ શખ્સોએ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
હળવદ પોલીસમાં ફરજ બજાવતા અજીતસિંહ સિસોદિયા એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રવિરાજસિંહ ધ્રાંગધ્રાનાં ભેચડા ગામમાં રવિરાજસિંહ ઝાલા ને સરકાર દ્વારા સબસીડી વાળા નીમકોટેડ યુરીયા ખાતર ખેડૂતોને વિતરણ કરવા માટે એજન્ટ તરીકે નીમવામાં આવ્યા હોય છતાં પોતાના આર્થીક ફાયદા માટે રાસાયણિક ખાતર ઉભા ભાવે આરોપી હળવદના રાણેકપરના કરશનભાઈ શેલાભાઈ દોરાલાને વેચાણ કરતા કરશનભાઈ એ તે ખાતર મોરબીના બેલા ગામે રહેતા જયદીપ છગનભાઈ ધાટોડીયા અને મોરબીના ભડિયાદ ગામે રહેતા જયસુખભાઈ ગોપાલભાઈ અગ્રાવતને ઔધીગિક વપરાશ માટે આઈશર ટ્રક જીજે ૩૬ વી ૫૭૧૬ કીમત રૂ.૫,૦૦,૦૦૦ માં રાસાયણિક નીમ કોટેડ યુરીયા ખાતરની ઇફકો કંપનીની ૪૫ ગ્રામ ની બેગો નંગ ૪૦૦ કીમત રૂ.૮,૦૦,૪૫૬ પરિવહન કરી લઇ જતા હોય દરમિયાન કોયબા ગામના પાટિયા પાસેથી ગત. ૧૨-૧૨-૨૦૨૫ ના આરોપી કરશનભાઈ એ પોતાની પાયલોટીંગ ની સ્વીફ્ટ કાર જીજે ૧૨ એ કે ૦૪૩૫ કીમત રૂ. ૨,૦૦,૦૦૦ સાથે મળી આવતા આવશ્યક ચીજ વસ્તુની ખરીદી, વેચાણ તથા હેરફેર કરી સરકારીને રૂ.૮,૦૦,૪૫૬ નું નુકશાન કરી કુલ કીમત રૂ.૧૫,૦૦,૪૫૬ મુદામાલ પોલીસે કબજે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






