GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ખડકી ગામે પવિત્ર શ્રાવણ મહિનામાં ચોથા શનિવારે હનુમાન મંદિરમાં સુંદર કાંડ યોજાયો.
તારીખ ૧૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પવિત્ર શ્રાવણ મહિનામાં ચોથા શનિવારે કાલોલ તાલુકાના ખડકી ગામના હનુમાન મંદિરે શનિવારે સુંદર કાંડ નિમિત્તે સંકટ મોચન હનુમાનજી મંદિર ખડકી મુકામે સાંજે મુકેશભાઈ સોની અને ડેરોલ તથા ખડકી ભજન મંડળ ના કર્ણપ્રિય સંગીત સાથે ભક્તિ મય વાતાવરણમાં સુંદર કાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જન્માષ્ટમી ૧૫ ઑગસ્ટ તથા શ્રાવણ શનિવાર નો ત્રિવેણી સંગમ સર્જાયો હતો જેથી સુંદર કાંડ દરમ્યાન હનુમાનજી તથા કૃષ્ણ ભક્તિ ના રંગ સાથે રાષ્ટ્રભક્તિ નો રંગ પણ ભેગો ભળ્યો હતો ભજનો તથા રાષ્ટ્રભક્તિ ના શૌર્ય ગીતો સાથે સુંદર કાંડ અતિ સુંદર બન્યો હતો
અંતે મહાપ્રસાદી નો લાભ વિશાળ સમુદાય માં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.