Surendranagar :પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટરએ સુરેન્દ્રનગર કલેકટરને ૧૬૩ સીલીકોસીસ પીડીતોનું લિસ્ટ આપ્યું.
Surendranagar :પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટરએ સુરેન્દ્રનગર કલેકટરને ૧૬૩ સીલીકોસીસ પીડીતોનું લિસ્ટ આપ્યું.
પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) વ્યવસાયીક રોગો પર કામ કરતી સંસ્થા છે જેના કારણે સુરેન્દ્રનગરના કામદારોમાં સીલીકોસીસ બીમારી અંગે જાગૃતી આવી છે અને પોતાના અધીકારો અંગે સભાન થયા છે.
તારીખ – ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ ૨૫થી વધુ સીલીકોસીસ પીડીતો દ્વારા કલેકટર કચેરી રજૂઆત કરવામાં આવી ત્યારે કલેકટર સાહેબ દ્વારા સારો પ્રતિભાવ મળ્યો હતો. સંબંધીત અધીકા્રીઓ સાથે રહીને સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ કરવાની તેમણી ખાતરી આપી હતી. તે પછી તેમના કાર્યાલય દ્વારા સીલીકોસીસ પીડીતોની યાદી સંસ્થા પાસે માગવામાં આવી હતી.આ સંદર્ભે તારીખ – ૧૦/૧૦/૨૦૨૪ને રોજ કલેકટરશ્રી દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. સીલીકોસીસ પીડીતોના પ્રતિનિધી તરીકે PTRCના કાર્યકરોએ હાજર રહીને કલેકટર સાહેબને ૧૬૩ સીલીકોસીસ પીડીતોની યાદી આપી તથા આ વિષયમાં સાહેબના યોગ્ય પગલાં લેવા બાબતે આભાર વ્યક્ત કર્યો. સંસ્થાના પ્રકાશનો ભેટ આપ્યા હતા.સીલીકોસીસ પીડીતોને નડતી સમસ્યાની ચર્ચા વિભાગીય અધીકારી સાથે ચર્ચા કરી તેનો ઉકેલ કરવા અધીકારી દ્વારા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી.