GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનું શંકાસ્પદ મોત; રાત્રે સૂતેલ શ્રમિક સવારે ઉઠ્યો જ નહીં

 

 

TANKARA:ટંકારા કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનું શંકાસ્પદ મોત; રાત્રે સૂતેલ શ્રમિક સવારે ઉઠ્યો જ નહીં

 

ટંકારા તાલુકાના હડમતીયા રોડ પર આવેલ એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજતા ચકચાર મચી ગઈ છે. રાત્રે સામાન્ય રીતે સૂવા ગયેલા શ્રમિક સવારે જાગ્યા ન હોવાથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.

મળતી માહિતી મુજબ ​ટંકારાના હડમતીયા રોડ પર સ્થિત ‘અક્ષર પોલીપેક’ નામના કારખાનામાં કામ કરતા અને ત્યાં જ લેબર ક્વાર્ટરમાં રહેતા ૪૩ વર્ષીય ચેનારામ રાજુરામ પોસવાલ (મૂળ રહે. રાજસ્થાન) સાથે આ બનાવ બન્યો હતો.
​તા. ૨૬/૦૩ ના રોજ રાત્રે ચેનારામ સૂવા ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે અન્ય સાથી કામદારો તેમને જગાડવા ગયા, ત્યારે તેઓ કોઈ હલનચલન કરતા નહોતા. કામદારો દ્વારા તાત્કાલિક તેમને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતો ​આ ઘટના અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોત (અ.મોત) નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શ્રમિકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપવામાં આવ્યો છે. રાત્રે અચાનક એવું શું બન્યું કે શ્રમિકનું મોત થયું તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!