હાલોલ ના કાળીભોઈ ત્રણ રસ્તા પાસે બાઇક ચાલક રીક્ષા પાછળ ઘુસી જતા સર્જાયો અકસ્માત,બે લોકો થયા ઈજાગ્રસ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૪
હાલોલ ના કાળીભોઈ ત્રણ રસ્તા પાસે એક બાઇક ચાલક રીક્ષા પાછળ ઘુસી જતા સર્જાયેલા અકસ્માત માં બાઇક ઉપર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા,જ્યાં એક યુવકનો હાથ ભાગી જતાં તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે.હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા મોટી ઉભરવન ગામના રહેવાસી અને હાલ આનંદ નજીક આંકલાવ ગામે બાંધકામ સાઇટ ઉપર કામ કરતો અને ત્યાં જીલોડ ગામે રહેતો જશવંતભાઈ રાઠવા તેના જીલોડ ગામના મિત્ર અજિત મોરી સાથે બાઇક ઉપર પોતાના વતન મોટી ઉભરવાન ગામે આવ્યો હતો. જે પરત ફરી રહ્યો હતો ત્યારે હાલોલ ના કાળીભોઈ ત્રણ રસ્તાપાસે તેની બાઇક રીક્ષા પાછળ ઘુસી જતા થયેલા અકસ્માત માં બંને બાઇક સવારો રોડ ઉપર પટકાતા બંને ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ માં હાલોલ રેફરલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા.જ્યાં બાઇક ચલાવી રહેલા જશવંત રાઠવાનો હાથ ભાંગી જતા તેને સારવાર આપી વધી સારવાર માટે વડોદરા ખસેડવામા આવ્યો હતો.જ્યારે બાઇક ઉપર સવાર તેના મિત્ર અજિત મોરી મેં સામાન્ય ઇજાઓ પહોચતા તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.











