નવસારી મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરીએ શહેરના ક્ષતિગ્રસ્ત માર્ગના રીપેરીંગ કામગીરીની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વરા ક્ષતિગ્રસ્ત રસ્તાની જાણકારી ૮૭૯૯૨ ૨૩૦૪૬ પર મળતા મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા તાત્કાલીક સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અન્વયે શહેરના રુસ્તમ વાડી, રીંગ રોડ તથા લુન્સીકુઇ વિસ્તાર, ગણદેવી ઇટાળવા રોડ પર ક્ષતિગ્રસ્ત રોડના પેચવર્ક અને સમારકામની કામગીરીનું કમિશ્નરશ્રી દેવ ચૌધરી દ્વારા સ્થળ પર વિઝીટ કરીને ગુણવત્તાવર્ધક કામગીરીઓ માટે સ્થળ પર હાજર ઈજનેર તથા કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરી દ્વારા જાહેર જનતાને શહેરી વિસ્તારના રસ્તા/માર્ગો પર ખાડાની તથા અન્ય કોઈ ખામી સર્જાઈ હોય તો લોકેશન સહિતનો ફોટો પાડી ૮૭૯૯૨ ૨૩૦૪૬ સંપર્ક નંબર પર મોકલવા અનુરોધ કરવામાં આવેલ છે. વિશેષ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા કેટલાક રસ્તાઓ નુક્શાનગ્રસ્ત થયા હતા ત્યાં મહાનગરપાલિકા ટીમ દ્વારા તાત્કાલિક રોડની સર્ફેસિંગ કામગીરી હાથ ધરાઈ છે. તેમજ લોકોની અવરજવર સરળ બને એ માટે તાત્કાલિક સફાઈ, મટિરિયલ ભરી, મરામત કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરવામાં આવ્યા છે.નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં રસ્તાઓમાં પડેલા ખાડા તેમજ તૂટી ગયેલા રસ્તાઓની મરામત તથા સફાઈ કામગીરી માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે.




