
તા.૩૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતમાં પત્રકાર પરિષદ યોજાય
દાહોદ શહેરમાં ગત રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાના જણાવ્યા અનુસાર, આવતીકાલે તારીખ ૩૧મી ઓગષ્ટના રોજ દાહોદ જિલ્લાના તેમજ ગુજરાતના કોંગ્રેસના સૌ કાર્યકરો અમદાવાદ ખાતે પહોંચનાર છે. જ્યાં અમદાવાદ ખાતે વોટ ચોર ગદ્દી ચોરનો કાર્યક્રમ યોજનાર છે. ત્યાર બાદ તારીખ ૨થી તારીખ ૬ સપ્ટેમ્બર સુધી દરેક તાલુકા કક્ષાએ વોટ ચોર ગદ્દી ચોર કાર્યક્રમ અંતર્ગત ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજાનાર છે. તારીખ ૮મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજનારા છે. આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની રણનીતી તૈયાર થનાર છે. અને કોંગ્રેસ રોડ પર જશે અને ખુબ આક્રમકતા સાથે લડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા બનાવશે, તેમ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા દ્વારા જણાવ્યું હતું.




