GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા જબલપુર પ્રાથમિક શાળા પીએમશ્રી ગુજરાતનેને રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા અભિનંદન પત્ર પાઠવ્યો

TANKARA:ટંકારા જબલપુર પ્રાથમિક શાળા પીએમશ્રી ગુજરાતનેને રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત તરફથી અભિનંદન

 

ટંકારા તાલુકાના મોરબી જિલ્લામાં આવેલી શ્રી જબલપુર પ્રાથમિક શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય (ગાંધીનગર) તરફથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પત્ર આપવામાં આવ્યો છે.


વર્ષ 2024-25 દરમ્યાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ), CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ), NMMS (નેશનલ મેરિટ કમ મીન્સ સ્કોલરશીપ) તથા PSE (પ્રાથમિક શિક્ષણ સિદ્ધિ પરીક્ષા)**માં શાળાના વિદ્યાર્થીઓની નોંધપાત્ર ભાગીદારી અને સારા પરિણામ બદલ આ ગૌરવ પ્રાપ્ત થયું છે.
અભિનંદન પત્રમાં શાળાના મુખ્ય શિક્ષકશ્રી તથા સમગ્ર શિક્ષક પરિવારના શિક્ષણ પ્રત્યેના સમર્પણ, માર્ગદર્શન અને સતત પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા છે. શાળાએ સમાવેશી, સમતાવાદી અને સર્વાંગી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું રાજ્ય પરીક્ષા બોર્ડે નોંધ્યું છે.આ સિદ્ધિથી શાળા પરિવાર, વાલીગણ તથા સમગ્ર વિસ્તારમા આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. શાળાના શિક્ષકોનું માનવું છે કે આ માન્યતા ભવિષ્યમાં વધુ ઉત્તમ શૈક્ષણિક કામગીરી માટે પ્રેરણારૂપ બનશે.

Back to top button
error: Content is protected !!