GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

 TANKARA:ટંકારા નેકનામ-પડધરી રોડ ઉપર કારની ઠોકરે બે શ્રમિક યુવકો ઘાયલ

TANKARA:ટંકારા નેકનામ-પડધરી રોડ ઉપર કારની ઠોકરે  બે શ્રમિક યુવકો ઘાયલ

 

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની હાલ ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક આવેલ સારજન્ટ પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા દિપાશુલ કમાલાકાંત કુશવાહા ઉવ.૨૧ તેમજ રામીનહોર બાલાપ્રસાદ બંને યુવકો ગત તા.૧૮/૦૯ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ચાલીને પોલીપેક કારખાને જતા હોય તે દરમિયાન નેકનામ પડધરી રોડ ઉપર રૈયાણી ઇન્ડસ્ટ્રીઝ નજીક ફોરર્વ્હીલ કાર રજી.નં. જીજે-૦૧-કેઈ-૧૮૬૬ વાળી કારના ચાલકે પોતાના હવાલાવાળી કાર પુરપાટ ગતિએ તથા ગફલતભરી રીતે ચલાવી બંને યુવકોને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતના બનાવમાં બંને યુવકોને હાથપગમાં ફ્રેકચર જેવી તથા શરીરે ગંભીર મૂંઢ ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઉપરોક્ત કાર ચાલક આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!