GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા -મોરબી ઈંગ્લીશ દારૂના ગોડાઉનના ગુનામાં સંડોવાયેલ બે આરોપી રાજસ્થાનથી ઝડપાયા

TANKARA:ટંકારા -મોરબી ઈંગ્લીશ દારૂના ગોડાઉનના ગુનામાં સંડોવાયેલ બે આરોપી રાજસ્થાનથી ઝડપાયા

 

મોરબી એ ડીવીઝન અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ઈંગ્લીશ દારૂના ગોડાઉનના ગુનામાં બે આરોપીને રાજસ્થાનથી ઝડપી લઈને એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

સ્ટેટ મોનીટરીંગ સેલની દ્વારા તા. ૨૩ જાન્યુઆરીના રોજ ટંકારાના લજાઈ જીઆઈડીસીમાં સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાં રેડ કરી ઈંગ્લીશ દારૂની ૨૧૪૭ બોટલ કીમત રૂ ૧૧,૮૧,૪૧૪ નો જથ્થો ઝડપી લઈને ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો તેમજ એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શકત શનાળા ગામના પાટિયા પાસે રાજપર નજીક ગોડાઉનમાં રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૧૭,૫૧૪ બોટલ કીમત રૂ ૭૬ લાખ સહીત કુલ રૂ ૧.૧૧ કરોડનો મુદામાલ જપ્ત કરી ૧૧ આરોપીઓ વિરુધ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત હોય દરમીયાન રાજસ્થાનના રહેવાસી આરોપી ગંગારામ હીરારામ પવાર અને હનુમાનરામ શંકરરામ કોજારામને રાજસ્થાનથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!