MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલ સ્મશાન પરિસરમાં વૃક્ષારોપણ કરતા જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ 

 

MORBI:મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલ સ્મશાન પરિસરમાં વૃક્ષારોપણ કરતા જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ

 

 

મોરબી જિલ્લામાં હાલ વૃક્ષારોપણની મુહીમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલા સ્મશાનના પરિસરમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

હાલ વર્ષાઋતુ ચાલી રહી છે અને મોરબી જિલ્લામાં ઉચ્ચ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સ્મશાનના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ વૃક્ષારોપણ વેળાએ અગ્રણીશ્રી ડૉ. જયંતિભાઈ ભાડેસિયા મોરબી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. ડી.એસ. પટેલ, ઉપપ્રમુખશ્રી જયોતિસિંહ જાડેજા, ખજાનચી કમ મંત્રીશ્રી મનજીભાઈ સરાવાડીયા, ટ્રસ્ટી સર્વશ્રી કેશવજીભાઈ આદ્રોજા, થોભણભાઈ અઘારા, અનીલભાઈ વાઘેલા, કેશવજીભાઈ કંડીયા, રાજવિરસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, મનસુખભાઈ માકાસણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!