TANKARA:ટંકારાના ખજુરો હોટલ નજીક આંગડીયા પેઢીના વેપારીની કાર આંતરી અજાણ્યા શખ્સો દ્વારા ૯૦ લાખ રૂપિયાની લુંટ ચલાવી

TANKARA:ટંકારાના ખજુરો હોટલ નજીક આંગડીયા પેઢીના વેપારીની કાર આંતરી અજાણ્યા શખ્સો દ્વારા ૯૦ લાખ રૂપિયાની લુંટ ચલાવી
મળતી માહિતી મુજબ રાજકોટ ૪૦૧ અક્ષર એવન્યુ અંબીકા ટાઉનશીપમાં રહેતા મુળ અનીડા ભાલોડી તા.ગોંડલના વતની નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી વેપાર તથા વકીલાત સાથે સંકળાયેલા છે અને નિલેશભાઈ રાજકોટ હરીકૃષ્ણા આર્કેડ ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે “ટી. એન્ટરપ્રાઇઝ(ટીટેનીયમ)” નામની આંગડીયા પેઢી ચલાવતા હોય, તેઓએ ટંકારા પોલીસ મથકમાં નંબર પ્લેટ વગરની પોલો અને બલેનો કારમાં સવાર પાંચથી સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૧/૦૫ ના રોજ બપોરના અરસામાં રાજકોટથી મોરબી ધંધાના કામે પેમેન્ટ કરવા નિલેષભાઈ અને જયસુખભાઈ તેમની મહિન્દ્રા XUV-૩૦૦ કાર રજી. જીજે-૦૩-એનકે-૩૫૦૨ માં રૂ.૯૦ લાખની રોકડ રકમ લઈને મોરબી તરફ જઇ રહ્યા હતા. ત્યારે ચાંમુંડા હોટલ મિતાણા ગામ પાસે પાછળથી વાઈટ કલરની નંબર વગરની પોલો કારે તેમનો પીછો કરવાનું શરૂ કર્યો હતો. આ દરમિયાન પલ્ટી મરાવવાનો પ્રયાસ, લાકડાં તથા હથિયાર વડે હુમલો તેમજ વાહનની સામે બીજી બલેનો કાર ઉભી રાખી પાંચથી સાત શખ્સોએ નિલેશભાઈની કારને રોકી હતી. ત્યારે લૂંટ થવાની શકયતાને પારખી નિલેશભાઈએ તેમના ડ્રાઈવર જયસુખભાઈને કાર ચલાવવાનું કહેતા તેઓ ત્યાંથી પોતાની કાર ખજુરા રિસોર્ટ સુધી પહોંચતાં, બલેનો કાર દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે કારના ટાયર ફાટતાં, તેમને રોકાવું પડ્યું હતું.
ત્યારે પાછળથી આવેલા શખ્સોએ ફરી હુમલો કરી તેઓના વાહનમાં મૂકેલા રૂપિયા પચાસ લાખ અને ચાલીસ લાખ ભરેલા બે થેલા તેમજ બેંક દસ્તાવેજોનો લાલ થેલાની લૂંટ કરીને પોલો અને બલેનો કારમાં નાસી છૂટ્યા હતા. જે બાદ ઘટના અંગે તાત્કાલિક નિલેશભાઈ દ્વારા પોલીસને જાણ કરતા, તુરંત ટંકારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી હાલ નિલેશભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટ/ધાડ તથા લૂંટ/ધાડના ઇરાદે જીવલેણ હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









