TANKARA:ટંકારાના હરબટીયાળી પ્રા.શાળામાં વિશ્વ માતૃભાષા દિવસ અનુલક્ષીને વિશેષ ઉજવણી કરવામાં આવી

TANKARA:ટંકારાના હરબટીયાળી પ્રા.શાળામાં વિશ્વ માતૃભાષા દિવસ અનુલક્ષી ને વિશેષ ઉજવણી કરવામાં આવી
શ્રી હરબટીયાળી પ્રા.શાળામાં આજ રોજ વિશ્વ માતૃભાષા દિવસ અનુલક્ષી ને વિશેષ ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ ૧ અને ૨ ના બાળકો દ્વારા સૌપ્રથમ તેમના જ ગુજરાતી ના પાઠ્ય પુસ્તક ની કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યુ.અને બાળકો નું મોં મીઠું કરાવવામાં આવ્યું.આવું કરવા પાછળ નું મુખ્ય આશય એ હતો કે બાલવાટિકા અને ધોરણ એક – બે એ બાળકોના અભ્યાસનું પ્રથમ ચરણ છે. અને આ પ્રથમ ચરણ થી જ બાળકોમાં આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગે અને તેમનું સન્માન કરતાં શીખે એ મુખ્ય હેતુ રહેલો હતો.તેથી જ આજે નાનકડા બળદેવો દ્વારા ગુજરાતીના પાઠ્યપુસ્તકનું પૂજન કરવામાં આવ્યું.આમેય કહેવાયું છે કે નાના બાળકો એ ભગવાન સ્વરૂપ હોય છે.આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી કે જેણે આપણી માતૃભાષાને ઉચ્ચ સ્થાન અપાવ્યું છે, તેમના જ એક ગીત “અંબર ગાજે મેઘાડંબર ગાજે” ના રાગમાં શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા બાળકોને કક્કો ગાઈને સંભળાવવામાં આવ્યો અને બારાક્ષરી નું પણ ગાન કરવામાં આવ્યું. આમ ખૂબ અલગ રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.









